• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - નવાપાડા કા મહારાજાના વિસર્જનમાં 2 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બનશે

નવાપાડા કા મહારાજાના વિસર્જનમાં 2 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદના જગન્નાથ મંદિરેથી બે ગજરાજનું પોરબંદરમાં આગમન

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - નવાપાડા કા મહારાજાના વિસર્જનમાં 2 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બનશે
દર વર્ષે ચોપાટી ખાતે હજ્જારોની સંખ્યામાં વિવિધ સંસ્થાઓના ધર્મપ્રેમીજનો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સમુદ્રકિનારે ઉમટી પડતા હતા. પરંતુ ચાલુ વર્ષે સમુદ્રમાં ગણેશ વિસર્જન ન કરવા અંગે આદેશ કરાતા નગરજનો કુછડી ખાતે નગરપાલિકાએ કરેલ ખાડાની વ્યવસ્થામાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરશે. પોરબંદર શહેરમાંથી અલગ-અલગ સંસ્થાઓ અને મંડળો ડી.જે. ના તાલ સાથે વાજતે-ગાજતે ગણેશજીના વિસર્જન માટે ઉમટી પડશે. ત્યારે રાજમાર્ગો ઉપર પણ ગણેશજીનો નાદ ગુંજી ઉઠશે. ડી.જે. ના તાલ સાથે ગણેશમય વાતાવરણમાં આનંદ અને ઉત્સાહથી ગણેશભક્તો પણ ગણેશજીનું વિસર્જન કરશે. ખાસ કરીને ચાલુ વર્ષે ગણેશ વિસર્જન સમયે પોરબંદર શહેરમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી 2 ગજરાજનું આગમન થયું છે આ ગણેશ વિસર્જન માટે યોજાનાર શોભાયાત્રામાં જોડાશે.

X
Porbandar - નવાપાડા કા મહારાજાના વિસર્જનમાં 2 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બનશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App