Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરની બજારમાં 51 રૂપિયાથી લઈ 25,000થી વધુ કિંમતની ગજાનનની મૂર્તિનું ધૂમ વંેચાણ શરૂ

પોરબંદરની બજારમાં 51 રૂપિયાથી લઈ 25,000થી વધુ કિંમતની ગજાનનની મૂર્તિનું ધૂમ વંેચાણ શરૂ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:06 AM

ઉત્સવ | ગણેશ ચતુર્થી પૂર્વે શહેરમાં વિઘ્નહર્તાની વિવિધ મૂર્તિઓએ જમાવ્યું આકર્ષણ : અમદાવાદ, સુરત,પુના વગેરે...

  • Porbandar - પોરબંદરની બજારમાં 51 રૂપિયાથી લઈ 25,000થી વધુ કિંમતની ગજાનનની મૂર્તિનું ધૂમ વંેચાણ શરૂ
    તાજેતરમાં જ જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયો છે. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે નગરજનો જન્માષ્ટમીના મેળાની તૈયારીઓમાં વ્યસ્ત હતા અને મેળા દરમિયાન નગરજનોએ જન્માષ્ટમીના મેળાની આનંદ-ઉત્સાહભેર મોજ માણી હતી. ત્યારબાદ ફરીથી ગણેશોત્સવની ઉજવણી માટે ઠેરઠેર આગોતરૂં આયોજન થઈ રહ્યું છે. પોરબંદરમાં ગણેશચોથની ઉજવણી માટે નગરજનો રંગેચંગે તૈયારીઓ કરી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમસખા સુદામાજીની પુણ્યભૂમિમાં 350 જેટલા સ્થળોએ ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. ગણેશોત્સવના અલગ-અલગ મિત્રમંડળો, વિવિધ સંસ્થાઓ, મંદિરો તેમજ ધર્મપ્રેમીજનો દ્વારા તમામ સ્થળોએ ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર શહેરમાં 1 ઈંચથી લઈને 15 ફૂટના કદની મૂર્તિઓ બનાવાઈ છે. પોરબંદર શહેરમાં ડમરૂવાળા, હનુમાનરૂપ, હીંચકાવાળા, દુલ્હારાજા, લાલબાગ, રામ-સીતા, શિવવાળા, બાહુબલી, મામારૂપ, શિવ-શક્તિ, કૃષ્ણ, ગોવાળીયા, પાંદડાવાળા સહિત અલગ-અલગ સ્વરૂપોની ગજાનનની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અંતિમ તબક્કામાં મૂર્તિઓની ખરીદી કરવા લોકોની પણ ભીડ જોવા મળી રહી છે.

    પોરબંદર નજીકના ખાપટ ગામે છેલ્લા 25 વર્ષથી મારવાડી પરિવારના લોકો ગણપતિજીની મૂર્તિના વ્યવસાય સાથે સંકળાયેલ છે. 150 મહિલા સહિત 400 જેટલા લોકો અહીં ગણપતિજીની નાની મૂર્તિ બનાવી અને મોટી મૂર્તિઓમાં રંગરોગાન કરી આ મૂર્તિઓના વેચાણના વ્યવસાયથી 6 મહિનાની રોજી-રોટી મેળવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending