• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - 4 મહિના પહેલા નવો બનાવાયેલો માર્ગ જર્જરીત બનતા લોકોમાં રોષ

4 મહિના પહેલા નવો બનાવાયેલો માર્ગ જર્જરીત બનતા લોકોમાં રોષ

સામાજીક કાર્યકરે કલેક્ટરને રજૂઆત કરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - 4 મહિના પહેલા નવો બનાવાયેલો માર્ગ જર્જરીત બનતા લોકોમાં રોષ
પોરબંદર શહેરમાં મટન માર્કેટથી પાલામાં જતા રસ્તાનું 4 માસ પહેલા જ નવિનીકરણ કરવામાં આવ્યું હતું. નવા બનાવવામાં આવેલ માર્ગનું નિકંદન નીકળી ગયું છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય અને ખૂબ જ નબળી ગુણવત્તાવાળું કામ થયું હોવાથી માર્ગ બિસ્માર બન્યો હોવાનો આક્ષેપ સાથે પુંજાભાઈ કેશવાલાએ કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલીક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અહીં ગટરના પાણી ઉભરાતા હોવાથી માર્ગ ઉપર ગંદા પાણી ફરી વળે છે. ભૂગર્ભગટરની કુંડીઓમાંથી પણ પાણી બહાર નીકળી અને માર્ગો ઉપર પાણી ફરી વળે છે. ભૂગર્ભગટરની કુંડીઓના ઢાંકણા તૂટી જતા ખૂલ્લી થયેલ કુંડીઓમાં વાહનો ફસાઈ રહ્યા છે. રાત્રીના સમયે આ માર્ગ પરથી પસાર થતા લોકોને પણ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

X
Porbandar - 4 મહિના પહેલા નવો બનાવાયેલો માર્ગ જર્જરીત બનતા લોકોમાં રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App