• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - મધ્યપ્રદેશની દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મધ્યપ્રદેશની દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ઉદ્યોગનગર પોલીસે પોરબંદર આવી ચઢેલી પરિવારજનોએ શોધખોળ આદરી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - મધ્યપ્રદેશની દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના સરોલી ગામે રહેતી અને હાલ રાજકોટમાં પરિવાર સાથે રહેતી મહિલા પોરબંદર આવી હતી. 14/9 ના રોજ 181 મહિલા હેલ્પલાઈન અભયમ્ ની ટીમ દ્વારા ખાપટ વિસ્તારમાંથી આ મહિલાને લઈને ઉદ્યોગનગર પોલીસસ્ટેશનમાં સોંપવામાં આવી હતી. જ્યાં ઉદ્યોગનગરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા તપાસ કરતા આ યુવતીનું નામ મમતાબેન જયકુમાર છે તેવું જાણવા મળ્યું હતું. આથી સરોલી ગામે કુંડન પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા આ યુવતી દિવ્યાંગ હોય અને તેનો પરિવાર રાજકોટ રહેતો હોય તેવી જાણકારી મળતા પોલીસે રાજકોટ તેમના પરિવારજનોને જાણ કરી હતી. 8 થી 10 દિવસથી ગુમ થયેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ દ્વારા રાજકોટ તેના પરિવારનો કોન્ટેક્ટ કરીને તેના પરિવારને પોરબંદર બોલાવીને આ મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

X
Porbandar - મધ્યપ્રદેશની દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App