Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ગાંધીજીનાં જીવન આધારીત તસ્વીરો સાથે લખાણનું પ્રદર્શન ખૂલ્લું મુકાયું

ગાંધીજીનાં જીવન આધારીત તસ્વીરો સાથે લખાણનું પ્રદર્શન ખૂલ્લું મુકાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - પર્યટકો ગાંધીજી વિશે પર માહિતગાર થાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા ચોપાટી ખાતે આયોજન

  • Porbandar - ગાંધીજીનાં જીવન આધારીત તસ્વીરો સાથે લખાણનું પ્રદર્શન ખૂલ્લું મુકાયું
    પોરબંદરમાં ચોપાટી ખાતે પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીજીનાં જીવનચરીત્ર આધારીત થીમ બનાવવામાં આવી છે અને ગાંધીજીના જીવન આધારીત તસ્વીરો લખાણ સાથે પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી નિમીતે અનેક કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રવાસન પર્વની ઉજવણી અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ચોપાટી ખાતે ગાંધીજીનાં જીવન આધારીત થીમ પેવેલીયન બનાવીને પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન 16/9 થી 27/9 સુધી ખૂલ્લું રહેશે. મહાત્મા ગાંધીજીનું જીવનચરીત્રથી પોરબંદરવાસીઓ અને દેશ-વિદેશનાં પર્યટકો માહિતગાર થાય તે હેતુથી આ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગાંધીજીનું જીવનચરીત્ર તસ્વીરો સાથે લખાણ દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી બાટી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ થીમ ટુરીઝમની એજન્સી પરવેગ કોમ્યુનીકેશન-અમદાવાદવાળાએ બનાવી છે.

    પ્રદર્શનમાં લખાણ અંગ્રેજીમાં હોવાથી લોકો ટલ્લે ચડ્યા

    ચોપાટી ખાતે ગાંધીજીના જીવન આધારીત થીમ બનાવવામાં આવી છે. અને ગાંધીજીનું જીવનચરીત્ર તસ્વીરો સાથે લખાણ કરીને પ્રદર્શિત થયું છે પરંતુ આ લખાણો માત્ર અંગ્રેજી ભાષામાં જ જોવા મળે છે. મહાત્મા ગાંધીજી સ્વદેશીનાં આગ્રહી હતા. ગાંધીજી માતૃભાષા અને હિન્દી ભાષાના હિમાયતી રહ્યા છે ત્યારે ગાંધીજીનું જીવનચરીત્ર માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં પ્રદર્શિત થતા લોકો આશ્ચર્ય સાથે ટલ્લે ચડ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ