Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પેટ્રોલ- ડિઝલનાં વધતા જતા ભાવ વધારાને લઇ આજે પોરબંદર જિલ્લા બંધનું એલાન

પેટ્રોલ- ડિઝલનાં વધતા જતા ભાવ વધારાને લઇ આજે પોરબંદર જિલ્લા બંધનું એલાન

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:06 AM

કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા રેલી યોજી વેપારીઓને ધંધા-રોજગાર એક દિવસ વંધ રાખવા અપીલ કરી

  • Porbandar - પેટ્રોલ- ડિઝલનાં વધતા જતા ભાવ વધારાને લઇ આજે પોરબંદર જિલ્લા બંધનું એલાન
    પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

    પોરબંદર જિલ્લા બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ બાઈક રેલી યોજી શહેરમાં વેપારીઓને પેટ્રોલ-ડીઝલ સહિત મોંઘવારી મુદ્દે વેપાર-ધંધા બંધ રાખવા અનુરોધ કર્યો હતો.

    પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવવધારો થઈ રહ્યો છે અને જીવન જરૂરીયાત વસ્તુઓ પણ દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓમાં થઈ રહેલા ભાવવધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં બંધનું એલાન અપાયું છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા આજે તા. 10 સપ્ટેમ્બરને સોમવારના દિવસે જિલ્લાબંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે બાઈક રેલી યોજીને વેપારીઓને મોંઘવારી મુદ્દે બંધનાં એલાનને લઇ સોમવારે પોતાના વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત કોંગ્રેસી કાર્યકરોએ એવું જણાવ્યું હતું કે હાલ જીવનજરૂરીયાતની વસ્તુઓમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે, મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. પેટ્રોલ અને ડીઝલમાં વર્ષનો સૌથી મોટો દૈનિક ભાવવધારો જોવા મળી રહ્યો હતો. જેમાં પેટ્રોલના ભાવ 48 પૈસા અને ડીઝલના ભાવમાં 47 પૈસાનો ભાવવધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયા હોવા છતાં સરકાર ટેક્સ ઘટાડતી જ નથી. તેમજ ડોલર સામે પણ રૂપીયાનો ભાવ સતત ગગડી રહ્યો છે. તમામ કારણોસર નગરજનો અને વેપારીઓને પણ ગંભીર અસર પડી રહી છે. જેથી સોમવારે સવાર થી સાંજ સુધી બંધ પાડવા કોંગ્રેસના કાર્યકરોએ વેપારીઓને અપીલ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ