જિલ્લામાં નશો કરેલી હાલતમાં 3 બાઈકચાલકોને ઝડપી લીધા

Porbandar - જિલ્લામાં નશો કરેલી હાલતમાં 3 બાઈકચાલકોને ઝડપી લીધા

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:05 AM IST
પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 3 બાઈકચાલકોને પોલીસે ઝડપી લીધા હતા.

પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં રહેતો નાગા દેવા વાજા પોતાનું બાઈક જીજે 25 એન 8527 ચલાવીને લકડીબંદર પુલ પરથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે રાણાવાવ આહીરવાડીમાં રહેતો નિલેષ ગોગન ખુંટી પોતાનું બાઈક ચલાવીને જડેશ્વર મંદિર સામે જતાં રોડ પરથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ શો કરેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ ઉપરાંત રાણાવાવ આહીરવાડીમાં રહેતો અભુ વિરમ ઓડેદરા પોતાનું બાઈક જીજે 25 આર 9718 ચલાવીને જામનગર ટી-પોઈન્ટ પરથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - જિલ્લામાં નશો કરેલી હાલતમાં 3 બાઈકચાલકોને ઝડપી લીધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી