પોરબંદરમાંથી વધુ એક બાઈકની ચોરી

Porbandar - પોરબંદરમાંથી વધુ એક બાઈકની ચોરી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:05 AM IST
ખારવાવાડ શીતલા માતાજીનાં મંદિર પાછળ રહેતો ચંદ્રેશ ઉર્ફે ચંદુ નારણ ગીરનારીએ પોતાનું બાઈક જીજે 25 એન 1806 બોખીરા સતીઆઈનાં મંદિર સામે રોડ ઉપર પાર્ક કર્યું હતું. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આ બાઈકની ચોરી કરી ગયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. આમ, પોરબંદર શહેરમાં અવારનવાર થઇ રહેલી બાઇક ચોરીને લઇ લોકોમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યાં છે.

X
Porbandar - પોરબંદરમાંથી વધુ એક બાઈકની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી