Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - 5 યુવતી સહિત 8 શખ્સોએ બે-બે ગૃપ બનાવી મેળામાં રાત્રીનાં સફાઇનાં બહાને વેપારીઓને ખંખેરી લીધા "તા

5 યુવતી સહિત 8 શખ્સોએ બે-બે ગૃપ બનાવી મેળામાં રાત્રીનાં સફાઇનાં બહાને વેપારીઓને ખંખેરી લીધા "તા

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

પોરબંદરના લોકમેળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરાયેલા માલસમાન સાથે પોલીસે 4 મહિલા સહિત 5 શખ્સની અટક કરી

  • Porbandar - 5 યુવતી સહિત 8 શખ્સોએ બે-બે ગૃપ બનાવી મેળામાં રાત્રીનાં સફાઇનાં બહાને વેપારીઓને ખંખેરી લીધા
    પોરબંદરમાં 5/9 નાં રોજ જન્માષ્ટમીનાં લોકમેળામાં રમકડા અને કટલેરીનાં પથારાવાળા વેપારીઓનો માલ ચોરી થયો હતો જેમાં અલગ-અલગ વેપારીઓનાં કુલ 22,900 ના માલસામાનની ચોરી થઈ હતી. જેથી વેપારીએ કમલાબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસમાં ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે કર્લીનાં પુલ પાસે ખાડીકાંઠેથી એક શંકાસ્પદ શખ્સ અનિલ ઉર્ફે ગધો હેમુ પરમારની તપાસ કરતા તેમની પાસેથી લેડીઝ પાકીટ ભરેલો થેલો જેમાં આશરે 100 નંગ પાકીટ હતા તે મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને વિમળાબેન ગણેશ કોળી, બિંદીયાબેન ઉર્ફે બિન્દુ ગણેશ કોળી, હન્સાબેન સુરજ પરમાર, ગૌતમીબેન જગન પરમાર પણ ચોરીમાં સામેલ હોવાની કબુલાત આપતા પોલીસે કર્લીનાં પુલ પાસે ઝુંપડપટ્ટીમાં દરોડો પાડી અલગ-અલગ મુદ્દામાલ સાથે ચારેય યુવતીઓને ઝડપી લીધી હતી. આથી પોલીસે તેમની સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અને રમકડા-કટલેરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ શખ્સો બે-બે ની જોડીમાં સવારનાં કચરો વીણવાનાં બહાને ખૂલ્લામાંથી માલસામાનની ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. આ દરોડામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પી.એસ.આઈ. બલભદ્રસિંહ ઝાલા તથા ડી સ્ટાફના એ.એસ.આઈ. એસ.એન. સામાણી, હેડ કોન્સ્ટેબલ કે.બી. ઓડેદરા તથા આર.એન. દયાતર, ઉદયભાઈ વરૂ, કૃણાલસિંહ ઝાલા, ભરતભાઈ સાદીયા, સંજયભાઈ ચૌહાણ, સુરેશભાઈ મોરી વગેરે સ્ટાફ જોડાયો હતો. આ અંગે વધુ તપાસ કમલાબાગના પી.એસ.આઈ. બી.એસ. ઝાલા ચલાવી રહ્યા છે.

    વધુ 1 મહિલા, 2 શખ્સો પોલીસને ચકમો આપી ફરાર

    ઝુંપડપટ્ટીમાં દરોડો પાડતાં પાકીટચોરીમાં સામેલ ચારેય યુવતીઓને ઝડપી લીધી હતી જ્યારે અંબર ગણેશ કોળી, મનોહર લખમણ ડાભી અને જવંતીબેન હેમુભાઈ પરમાર શખ્સો નાસી છૂટ્યા હતા. તસ્વીર - ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ