Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - વન મહોત્સવની ઉજવણી પાછળ કરાયેલા ખર્ચના ખોટા બીલોની તટસ્થ તપાસ કરો

વન મહોત્સવની ઉજવણી પાછળ કરાયેલા ખર્ચના ખોટા બીલોની તટસ્થ તપાસ કરો

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

સાન્દિપનીમાં હોલ હોવા છતાં મંડપ સર્વિસનું ભાડું 73 હજાર બતાવ્યું \"તું ખોટા વાઉચર બનાવી રૂપિયાની ઉચાપત...

  • Porbandar - વન મહોત્સવની ઉજવણી પાછળ કરાયેલા ખર્ચના ખોટા બીલોની તટસ્થ તપાસ કરો
    પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ગાંધીનગર તકેદારી ભવન, ગુજરાત તકેદારી આયોગના તકેદારી આયુક્તને વનવિભાગના અધિકારીઓએ વન મહોત્સવની ઉજવણી પાછળ થયેલ ખર્ચના ખોટા બીલો અંગે ફરિયાદ કરી હતી.

    જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા 69 મા વન મહોત્સવની ઉજવણી સાન્દીપનિ સંકુલમાં કરાઈ હતી. વન મહોત્સવની ઉજવણી પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓની સાંઠગાંઠથી ખોટા બીલ અને વાઉચરો બનાવવામાં આવ્યા છે. લાખો રૂપીયાની ઉચાપત થાય તે પહેલા ખોટા બનાવવામાં આવેલ બીલ અને વાઉચર નામંજુર કરવામાં આવે તથા વનવિભાગના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને એવું જણાવ્યું હતું કે સાન્દીપનિમાં આવેલ હોલ મામુલી રકમથી ભાડે આપવામાં આવે છે અને ત્યાં કોઈ મંડપ સર્વિસની જરૂરીયાત રહેતી નથી. ત્યારે વનવિભાગના અધિકારી નાયબ વનસંરક્ષક તથા મદદનીશ વનસંરક્ષક તેમજ મંડપ સર્વિસ, કેટરર્સવાળા સહિતની સાંઠગાંઠથી વન મહોત્સવની ઉજવણી પાછળ 2,98,458 જેટલા રૂપીયાનો ધુમાડો કર્યો હોવાના ખોટા બીલો-વાઉચરો બનાવ્યા છે. સાન્દીપનિમાં હોલ હોવા છતાં મંડપ સર્વિસનું ભાડું 73,765 રૂપીયાનું બીલ બનાવ્યું છે. તેમજ માત્ર 100 લોકોના જમણવાર પાછળ 42,000 રૂપીયાનો ખર્ચ કર્યો હોવાનું વાઉચર પણ બનાવ્યું છે. હદ તો ત્યારે થઈ કે વનવિભાગના અધિકારીઓએ પુષ્પગુચ્છ અને પાણીની બિસ્લેરીના બીલોના વાઉચર અન્ય ખર્ચ દર્શાવી 1,82,693 ના બનાવ્યા છે.

    આ અંગે ભનુભાઈએ તકેદારી આયોગના તકેદારી આયુક્તને ફરિયાદ કરી તટસ્થ તપાસ કરવામાં આવે તથા તમામ બીલો નામંજુર કરી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ