Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - માધવપુર ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા

માધવપુર ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

  • Porbandar - માધવપુર ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા
    પોરબંદર અને માધવપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડી 6 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

    પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ધર્મેશ પરસોતમ કુકડીયા અને અજય પ્રવિણ કુકડીયાને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને જુગારની રોકડ રકમ 3870 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત માધવપુરમાં હજામવાડાના નાકે જાહેર રોડ પર જુગાર રમતા મનસુખ સુમાર કાથુરીયા, ગોવિંદ પોલા વાઘેલા, જેન્તી નારણ ભુવા અને ભરત માલદે ભુવાને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે દરોડા દરમિયાન ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 4900 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending