• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - માધવપુર ઘેડના દરિયા કિનારેથી જૂનાગઢના યુવાનની લાશ મળી

માધવપુર ઘેડના દરિયા કિનારેથી જૂનાગઢના યુવાનની લાશ મળી

દરિયાના પાણીમાં અકસ્માતે ડૂબી ગયો હોવાનું પ્રાથમિક તારણ

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:05 AM
Porbandar - માધવપુર ઘેડના દરિયા કિનારેથી જૂનાગઢના યુવાનની લાશ મળી
પોરબંદરના માધવપુરના કાચબા ઉછેર કેન્દ્રથી આગળ ચોપાટીના દરિયાકિનારે સવારે 7 વાગ્યાના અરસામાં એક યુવાનની લાશ મળી આવી હતી.

જ્યારે સ્થાનિકોએ પોરબંદર જિલ્લા કન્ટ્રોલ ઓફિસમાં જાણ કરતા તાત્કાલીક માધવપુરના પી.એસ.આઈ. તથા તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરતા આ મૃતક જૂનાગઢના ટીમ્બાવાડી પાસે તક્ષશિલા સોસાયટીમાં રહેતો ઉદય પ્રકાશ જોષી હોવાનું જાણવા મળ્યું હતું.

આ યુવાનની ઉંમર 30 વર્ષની હોવાનું જાણવા મળેલ છે. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેમના મોટા ભાઈ દર્શન તાત્કાલીક માધવપુર દોડી ગયા હતા અને યુવાનની લાશને પી.એમ. માટે માંગરોળ લઈ જવામાં આવી હતી.

યુવાનના મોટાભાઈએ એવું જણાવ્યું હતું કે તેનો ભાઈ ઘરેથી નીકળ્યો ત્યારબાદ ઘરે ન પહોંચતા પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા અને તેના મિત્રને પૂછતા તેના મિત્રએ એવું જણાવ્યું હતું કે ઉદય માધવપુર જવાનું કહેતો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

X
Porbandar - માધવપુર ઘેડના દરિયા કિનારેથી જૂનાગઢના યુવાનની લાશ મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App