Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - જિલ્લાની તમામ શાળાઓમાં સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનનું વાંચન થશે

જિલ્લાની તમામ શાળાઓમાં સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનનું વાંચન થશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

ભારતીય સાંસ્કૃતિક અંગે અવગત થઈ પ્રેરણા મેળવે તે માટે શિકાગોમાં આપેલા વ્યાખ્યાનની 150મી વર્ષગાંઠ નિમિતે...

  • Porbandar - જિલ્લાની તમામ શાળાઓમાં સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનનું વાંચન થશે
    એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

    શિકાગોમાં સ્વામી વિવેકાનંદે આપેલ ઐતિહાસિક વ્યાખ્યાનની 150 મી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, પોરબંદર જિલ્લાની તમામ શાળાઓમાં સમુહ પ્રાર્થના વાંચન થશે. સ્વામી વિવેકાનંદ ઈ.સ. 1893 ની 11 મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં અદભુત અને ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન સમગ્ર વિશ્વ માટે બંધુત્વ અને સંવાદિતતાના સંદેશના સાશ્વત વાહક એવા ભારતને ગૌરવ અપાવનારૂં રહ્યું છે. આજની નવી પેઢી આ પ્રસંગથી તથા ભારતના સાંસ્કૃતિક વારસાથી અવગત થઈ પ્રેરણા મેળવે તેવા આશયથી આ વ્યાખ્યાનનું પોરબંદર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સમુહ પ્રાર્થનામાં વાંચન થશે. આગામી તા. 11 સપ્ટેમ્બરના રોજ તમામ પ્રાથમિક શાળામાં સમુહ પ્રાર્થનામાં શિકાગોમાં સ્વામી વિવેકાનંદે આપેલ ઐતિહાસિક વ્યાખ્યાનનું વાંચન થાય તે માટે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ પરિપત્ર અમલી કર્યો છે. સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગોમાં અપાયેલ વ્યાખ્યાનની અંગ્રેજી અને ગુજરાતીની હાર્ડ કોપી તથા સોફ્ટ કોપી પણ શાળામાં મોકલી આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending