Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - શહેરમાં લેવલ વગરના સ્પીડબ્રેકર તોડીને ફરીથી નવા બનાવવા માંગ

શહેરમાં લેવલ વગરના સ્પીડબ્રેકર તોડીને ફરીથી નવા બનાવવા માંગ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

પોરબંદરના સામાજીક કાર્યકર દ્વારા કલેક્ટરને રજૂઆત

  • Porbandar - શહેરમાં લેવલ વગરના સ્પીડબ્રેકર તોડીને ફરીથી નવા બનાવવા માંગ
    પોરબંદરના વિરાજ પાર્કમાં રહેતા પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ કલેક્ટરને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે છાંયા વિસ્તારમાં આવેલ રમેશ પાન ઘરથી રઘુવંશી સોસાયટી તરફ જતા માર્ગ પર 4 જેટલા સ્પીડબ્રેકરો છે તથા નવાપરામાં ક્રિષ્ના પાનથી વિવેક પાન વચ્ચે સ્પીડબ્રેકરો મૂકવામાં આવ્યા છે.

    આ તમામ સ્પીડબ્રેકરો કોઈ પ્રકારના માપ વગર મૂકાયા છે. સ્પીડબ્રેકરો મૂકવા માટે જે નિયમોનું પાલન કરવાનું થતું હોય તે નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું નથી. આ સ્પીડબ્રેકરો પરથી પસાર થતા વાહનોના તળીયા સ્પીડબ્રેકરોમાં અથડાતા હોય છે અને વાહનોમાં નુકસાન થતું હોય છે. સ્પીડબ્રેકરો નિયમોને આધીન રહીને બનાવવામાં આવે તેવો હૂકમ કરવા અનુરોધ કર્યો હતો. અને નિયમો વિરૂદ્ધ સ્પીડબ્રેકરો મૂકેલા હોય તેની તટસ્થ તપાસ કરી ફરીથી લેવલવાળા નિયમ મુજબ સ્પીડબ્રેકરો મૂકવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ