Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ટુકડામીંયાણી ગામની સીમમાંથી પસાર થતાં માર્ગો બિસ્માર બન્યા

ટુકડામીંયાણી ગામની સીમમાંથી પસાર થતાં માર્ગો બિસ્માર બન્યા

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 AM

ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ પડવાથી

  • Porbandar - ટુકડામીંયાણી ગામની સીમમાંથી પસાર થતાં માર્ગો બિસ્માર બન્યા
    પોરબંદરમાં 50 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડ્યો હોવાને કારણે બરડાપંથકના ગ્રામીણ વિસ્તારના માર્ગો ધોવાઈ ગયા હતા. વરસાદથી ધોવાયેલા માર્ગો બિસ્માર બન્યા હોવાને કારણે વાહનચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. પોરબંદર તાલુકાના ટુકડામીંયાણી ગામની સીમમાંથી પસાર થતો માર્ગ છેલ્લા 2 મહિના પહેલા ધોધમાર વરસાદ પડ્યો હોવાને કારણે ધોવાઈ ગયો હતો. બરડાપંથકમાં 2 મહિના પહેલા ધોધમાર વરસાદ પડ્યો હોવાથી ટુકડામીંયાણી સહિત અન્ય માર્ગો પણ ધોવાઈ ગયા હોવાથી વાહનચાલકોને આ માર્ગ ઉપરથી પસાર થવાનું મુશ્કેલ બન્યું છે. વિસાવાડા, હાથીયાણી, વડાળા વગેરે ગામને જોડતા માર્ગોનું નવિનીકરણ 5 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદથી નવા બનાવાયેલા રોડ રસ્તાનું પણ નીકંદન નીકળી ગયું હતું. જેથી આ માર્ગો ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ