તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર જિલ્લામાં 4894 બાળકોનાે શાળા પ્રવેશ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર. પોરબંદર

પોરબંદરજિલ્લામાં આજથી 10 જુન સુધી શાળાપ્રવેશ અને કન્યાકેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેp રાજ્યસરકાર દ્વારા શાળાઓમાં થતા ડ્રોપઆઉટ ઘટાડવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તેમજ વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ સાથે ઉજવણી કરાશે. જેમાં જિલ્લામાં 4894 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં પોરબંદર તાલુકામાં 1397 કુમાર અને 1451 કન્યા, રાણાવાવ તાલુકામાં 622 કુમાર અને 586 કન્યા તેમજ કુતિયાણા તાલુકામાં 433કુમાર અને 405 કન્યા મળી કુલ 4894 બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...