તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના ગ્રામ્ય પંથકના માર્ગો ડામરથી મઢવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના ગ્રામ્યપંથકના માર્ગો ડામરથી મઢવા માટે તાલુકાના પંચાયતના પ્રમુખે માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી હતી. માર્ગ તાત્કાલિક ડામરથી મઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ એવી રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા નોનપ્લાન રસ્તા ડામરથી મઢવાનો નિર્ણય કર્યો છે ત્યારે પોરબંદરના 80 ટકા લોકો વાડી વિસ્તારમાં રહે છે અને નોન પ્લાન રસ્તા ગારીવાળા હોવાથી 80 ટકા લોકોને અવરજવર કરવામાં તથા બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે જેથી સરકાર દ્વારા નોન પ્લાન રસ્તા ડામરથી મઢવાનો લેવાયેલ નિર્ણય આશિર્વાદ સમાન છે ત્યારે આવા ત્રણ રસ્તા 2014-15 માં મેટલીંગ તથા નાના પાળીયા થઈ ગયેલ હોય તે માર્ગને ડામરથી મઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પોરબંદરનાં અડવાણાથી કારાવડ તરફ જતો રસ્તો, સીમરથી ઈશ્વરીયા જતો રસ્તો અને શીંગડાથી પાંચકોશીવાળો રાવલ જતો માર્ગ તાત્કાલીક ડામરથી મઢવામાં આવે તેવું જણાવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગનાં મંત્રીને રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...