તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના બરડાપંથકમાં વરસાદી ઝાપટાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનાકેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો છવાયો છે અને ઘેરા વાદળા વચ્ચે અમુક સ્થળોએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી પણ કરી છે જેમાં પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બની ગયા હતા જેમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો છવાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગઈરાતના વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે પોરબંદરના બરડાપંથકના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને બપોર બાદ અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા. તો થોડા દિવસોમાં મેઘરાજાનું આગમન થાય તેવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે.

પોરબંદર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ અને અસહ્ય ગરમીના બફારાથી લોકો ત્રસ્ત બની ગયા હતા. પરંતુ હવે ચોમાસાની તૈયારી શરૂ થઈ ગઈ હોય તેમ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને થોડા દિવસોમાં ખેડૂતોને વરસાદના આગમનની આશા સેવાઈ રહી છે ત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં છેલ્લા 5-7 દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં ગઈકાલે રાત્રીના શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા બાદ બરડાપંથકના કુછડી, કાંટેલા, રીણાવાડા અને શ્રીનગર સહિતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સૂકી ધરતીમાંથી માટીની સોડમથી મહેંકી ઉઠી હતી. બપોરના સમય બાદ આકરો તાપ અને અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.

સવારના કુછડી, કાંટેલા, રીણાવાડા અને શ્રીનગર સહિતના ગામોમાં વરસાદ પડ્યા બાદ અસહ્ય ઉકળાટ : થોડા દિવસોમાં મેઘરાજાના આગમનની આશા

ત્રણ દિવસ પહેલા પોરબંદરના બરડાપંથકના સીમર, રાણારોજીવાડા, ઈશ્વરીયા, ઝારેરા અને ભોમીયાવદર સહિતના ગામોમાં બપોર બાદ એકાએક વરસાદી માહોલ જામ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને ધોધમાર વરસાદ પડતા અંદાજે દોઢ ઈંચ જેટલું પાણી પડી જતાં ધરતીપુત્રો પણ ખુશખુશાલ બની ગયા હતા. તસ્વીર- રામ મોઢવાડીયા

ત્રણ દિવસ પહેલા પંથકનાં અમુક ગામડાઓમાં વરસાદ ખાબકેલો

પોરબંદર જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડુતો ખુશખુશાલ થઇ ચોમાસું પાકની વાવણીની તૈયારીમાં લાગી પડ્યા

અન્ય સમાચારો પણ છે...