તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળાવદર ગામે યુવાન પર 2 શખ્સનો હુમલો, ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાબાવળાવદર ગામે દરગાહ સામે યુવાનને સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ બે શખ્સોએ ઉશ્કેરાઈ ગઈ ઢીકા-પાટુ અને પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદના દૂધવા શેરી, મોવાણા દરવાજા પાસે રહેતો ઈલીયાસ ઈબ્રાહીમ મહીડા નામનો યુવાન કુતિયાણાના બાવડાવદર ગામે દરગાહ પાસે ઉભો હતો. તે દરમિયાન યુવાન થૂંકતા બાજુમાં ઉભેલા મોકસીન સલીમને થુંક ઉડતા ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી યુવાનને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ તેમની સાથે રહેલા અજાણ્યા શખ્સએ પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને પાઇપ અને ઢીકા-પાટુનો માર માર્યો

અન્ય સમાચારો પણ છે...