તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કમીશન મળતું હોવાથી ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી નક્કી કરેલ સ્થળેથી લેવા આગ્રહ કરાય છે

કમીશન મળતું હોવાથી ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી નક્કી કરેલ સ્થળેથી લેવા આગ્રહ કરાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાંમાધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જિલ્લાની અમુક ખાનગી શાળાને કમીશન મળતું હોવાથી ડ્રેસ, પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી નક્કી કરેલ સ્થળેથી લેવા છાત્રોને આગ્રહ કરાય છે. બાબતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્રવિરોધ કરી આગામી દિવસોમાં આવી શાળામાં દરોડા પાડવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો એવો નિયમ છે કે કોઈ ખાનગી શાળા છાત્રોને નિયત કરેલ સ્થળેથી બધી વસ્તુ લેવા આગ્રહ રાખી શકે નહીં. પરંતુ પોરબંદરની મોટાભાગની ખાનગી શાળાઓમાં ડ્રેસ, પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી નિયત કરેલ સ્થળેથી લેવા માટે વિદ્યાર્થી તથા વાલીઓને આગ્રહ કરવામાં આવે છે.

કમીશન મળતું હોવાથી નક્કી કરેલ સ્થળેથી વસ્તુ લેવા આગ્રહ કરાતો હોવાથી એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ કિશન રાઠોડે આગામી દિવસોમાં આવી શાળામાં દરોડા પાડવાની ચિમકી ઉચ્ચારી હતી.

NSUI દ્વારા આગામી દિવસોમાં આવી શાળામાં દરોડા પાડવાની ચિમકી ઉચ્ચારાઈ

અન્ય સમાચારો પણ છે...