તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર જનસેવા કેન્દ્રમાં 3 દિવસ નેટ બંધ, ક્રિમીલેયર માટે અરજદારોની લાંબી કતારો

પોરબંદર જનસેવા કેન્દ્રમાં 3 દિવસ નેટ બંધ, ક્રિમીલેયર માટે અરજદારોની લાંબી કતારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજનસેવા કેન્દ્ર ખાતે છેલ્લા 3 દિવસથી નેટ બંધ રહ્યું હોવાના કારણે અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો અને હાલ વેકેશન ખૂલ્યું હોય તથા છાત્રોના રીઝલ્ટ આવ્યા હોવાથી ક્રીમીલીયર વગેરે દાખલા માટે લાંબી કતારો લાગી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.

પોરબંદર જનસેવા કેન્દ્ર ખાતે દરરોજ લોકોની ભીડ રહેતી હોય છે. હાલ વેકેશન ખૂલ્યું હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ જરૂરી દાખલા કઢાવવા માટે આવે છે ઉપરાંત રીઝલ્ટ આવી જતા ક્રીમીલીયર વગેરે દાખલા લેવા માટે છાત્રોની લાંબી કતારો જોવા મળી છે. આવી સ્થિતિમાં છેલ્લા 3 દિવસથી નેટ બંધ થતા અરજદારો સહિત વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાબતની જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાને જાણ થતા તેમની ટીમ સાથે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને નાયબ મામલતદારને રજૂઆત કરી હતી.

કોમ્પ્યુટરની કીટ વધારવા ઉપરાંત ઓવર ટાઈમ કરીને દાખલા કઢાવી આવવા મામલતદારે જણાવ્યું હતું.

અનેક અરજદારોને કલાકો સુધી કતારોમાં ઉભવું પડે છે

કોમ્પ્યુટરની કીટ વધારવા, ઓવર ટાઈમ કરીને દાખલા કઢાવી આવવા મુદ્દે મામલતદારને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...