• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar દેશનાં અર્થતંત્રને કેશલેસ તરફ આગળ વધારવા પોસ્ટ પેમેન્ટ બેંકની 650 પૈકીની એક શાખાનો પોરબંદરમાં પ્રારંભ કરાયો

દેશનાં અર્થતંત્રને કેશલેસ તરફ આગળ વધારવા પોસ્ટ પેમેન્ટ બેંકની 650 પૈકીની એક શાખાનો પોરબંદરમાં પ્રારંભ કરાયો

Porbandar - દેશનાં અર્થતંત્રને કેશલેસ તરફ આગળ વધારવા પોસ્ટ પેમેન્ટ બેંકની 650 પૈકીની એક શાખાનો પોરબંદરમાં પ્રારંભ કરાયો

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:05 AM IST
ઈન્ડીયન પોષ્ટ પેમેન્ટ બેન્કની સ્થાપના ભારતીય ટપાલ વિભાગ સંચાર મંત્રાલય દ્વારા ભારત સરકારની 100 ટકા ભાગીદારી સાથે કરવામાં આવી છે. ભારતીય ટપાલ વિભાગે પોરબંદર સહિત દેશભરમાં ઈન્ડીયા પોષ્ટ પેમેન્ટ બેન્કની 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઈન્ટનો પ્રારંભ કર્યો છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ હેડ પોષ્ટ ઓફિસ ખાતે પોષ્ટપેમેન્ટ બેન્કનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. પોરબંદર જિલ્લામાં 5 પોષ્ટઓફિસનો સમાવેશ કરાયો છે. હેડ પોષ્ટઓફિસ ખાતે પોષ્ટ પેમેન્ટ બેન્કનો પ્રારંભ થતા જ પ્રથમ દિવસે 129 ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. ઈન્ડીયન પોષ્ટ પેમેન્ટ બેન્ક બેન્કીંગ અને નાણાંકીય સાક્ષરતાના ક્ષેત્રે નવી ક્રાંતિનું નેતૃત્વ કરે છે.

આઈ.પી.પી.બી. નું સુત્ર આપ કા બેન્ક આપ કા દ્વાર છે. આની સેવાનો લાભ શાખાઓ, એક્સેસ પોઈન્ટ, મોબાઈલ એપ્લીકેશન દ્વારા અને ગ્રાહકની વિનંતી પર તેમના ઘરના બારણે ફિલ્ડ સ્ટાફ દ્વારા સંચાલીત માઈક્રો એ.ટી.એમ. થી લઈ શકાશે. આઈ.પી.પી.બી. માં એસ.એમ.એસ. બેન્કીંગ, મીસકોલ બેન્કીંગ અને ફોન બેન્કીંગ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ પાયો મેટ્રીક્સ પ્રમાણીકરણ અને આધારનંબર દ્વારા ડીજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. આઈ.પી.પી.બી. ને પોષ્ટઓફિસમાં સમગ્ર ભારતમાં પહોંચ અને પોષ્ટઓફિસ પર જાહેર જનતાના વિશ્વાસનો લાભ મળશે.

સામાન્ય બેન્કીંગ, ચૂકવણી અને રવાનગી સેવાઓ પ્રદાન કરીને નાણાંકીય સમાવેશમાં સહાય કરશે. તૃત્તિય પક્ષ નાણાંકીય સર્વિસ પ્રોવાઈડર સાથે કરાર કરીને વીમો, મ્યુચ્યુલ ફંડ, લોન વગેરે સેવાનો લાભ આપશે તેમજ ગ્રામીણ વિસ્તારમાં બેન્કીંગ સેવાઓથી વંચીત લોકો તથા સમય અને વાહન વ્યવહારની સુવિધાઓ તથા જાણકારીના અભાવે બેન્કીંગ સેવાના ઉપયોગથી વંચીત લોકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે.

દેશભરમાં નાણાંકીય અને ડીજીટલ સાક્ષરતા પ્રચાર પ્રસારમાં મદદ કરશે. લોકોમાં પહોંચની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી બેન્ક બનશે અને તે સમયાંતરે ભારત દેશને કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધવામાં મદદ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.

X
Porbandar - દેશનાં અર્થતંત્રને કેશલેસ તરફ આગળ વધારવા પોસ્ટ પેમેન્ટ બેંકની 650 પૈકીની એક શાખાનો પોરબંદરમાં પ્રારંભ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી