• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં 1.25 લાખ બાળકોને મીઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે

જિલ્લામાં 1.25 લાખ બાળકોને મીઝલ્સ-રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં આગામી તા. 16 જુલાઈથી મીઝલ્સ-રૂબેલા રસીકરણનો પ્રારંભ થશે. જિલ્લાભરના 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને સુરક્ષિત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જિલ્લાભરના 1.25 લાખ બાળકોને મીઝલ્સ-રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે. તબીબી અધિકારીની દેખરેખ હેઠળ 550 જેટલી શાળા અને 350 જેટલી આંગણવાડી તેમજ આઉટ રીચ સેન્ટરમાં પણ કેમ્પ યોજી તમામ બાળકોને રસીકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...