• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં 181ની ટીમ દ્વારા 872 કોલમાં મહિલાઓને મદદ કરાઇ

જિલ્લામાં 181ની ટીમ દ્વારા 872 કોલમાં મહિલાઓને મદદ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓનેઘરેલુ હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસામાં તાત્કાલીક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યસરકારે શરૂ કરેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈનને 2 વર્ષ પૂરા થતાં તેમણે રાજ્યભરનાં આંકડા જાહેર કર્યા છે તેમાં કુલ 2,25,175 કોલ આવ્યા છે જેમાંથી 48,169 મહિલાઓને રેસક્યુવાનની મદદ આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં 2789 જેટલા કોલ આવ્યા છે જેમાંથી 872 કોલમાં રેસક્યુ વાન મોકલીને મદદ પૂરી પાડવામાં આવી છે. સામાન્ય રીતે મહિલાઓના કેસમાં છેડતી, સાસરીયાઓનો ત્રાસ તેમજ નશાખોર પતિના ત્રાસથી ત્રસ્ત બનેલી મહિલાઓ કોલ કરતી હોય છે. પોરબંદર 181 માં હાલ કાઉન્સીલર તરીકે ગાયત્રી મકવાણા, ભાવનાબેન પરમાર, કોન્સ્ટેબલ તરીકે લીલુબેન, રૂપલબેન અને લાખીબેન ફરજ બજાવી રહ્યા છે. મહિલાઓને સમયસર મદદ મળી રહે તે માટે રાજ્યસરકારે શરૂ કરેલી યોજનાને જબરો પ્રતિસાદ મળ્યો છે.

2789 જેટલા કોલ આવ્યા : 181 સેવાને 2 વર્ષ પૂરા થતાં આંકડા જાહેર

અન્ય સમાચારો પણ છે...