• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરશહેરમાં હાલ 10 ના સિક્કાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા

પોરબંદરશહેરમાં હાલ 10 ના સિક્કાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરશહેરમાં હાલ 10 ના સિક્કાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વેપારી, રીક્ષાચાલકો તો ઠીક પણ હવે તો બેન્ક પણ 10 ના સિક્કા લેવાની ના પાડે છે તો દિનપ્રતિદિન 10 ના સિક્કાનો ઝણઝણાટ વધતો જાય છે. શહેરના 10 સિક્કાને લઈને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો એક વેપારી બેન્કમાં પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા ગયો ત્યારે તેની પાસે 10 ના 23 જેટલા સિક્કા હતા જેથી બેન્કકર્મીએ ‘એકપણ સિક્કા જમા નહીં થાય’ તેવો જવાબ આપ્યો હતો તો અંગે મેનેજર સાથે વાત કરતા તેમણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો અને વેપારી અને બેન્કકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી. તો શહેરની લીડ બેન્ક દ્વારા નોટબંધી બાદ 50,000 ના 10 ના સિક્કા ઠાલવી દેવામાં આવ્યા હતા. જેથી 10 ના સિક્કાને લઈને દિનપ્રતિદિન ઝણઝણાટ વધતી જાય છે અને હવે તો બેન્કવાળા પણ 10 ના સિક્કા સ્વીકારવાની ના પાડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પોરબંદરમાં હવે બેંક પણ 10ના સિક્કા સ્વીકારતી નથી

અન્ય સમાચારો પણ છે...