પોરબંદર-કુતિયાણામાંથી 3 હદપારી શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઅને કુતિયાણામાંથી હદપારી 3 શખ્સો મળી આવતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોરબંદરના ધરમપુરના પાટીયા પાસે રહેતો મેઘા ખાલણસી ઘોડાને ગુન્હા સબબ તા. 29/11/2016 થી 3 માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો ત્યારે શખ્સ હૂકમનો ભંગ કરી મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો. તેમજ કુતિયાણામાંથી લખમણ ઉર્ફે બાડો લખમણ ઓડેદરાને તા. 30/7/16 થી 2 વર્ષ માટે જિલ્લામાંથી હદપાર કરી દેવા છતાં કુતિયાણાના દેવડા નાકા પાસેથી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો. તે ઉપરાંત કુતિયાણાના ખાગેશ્રી ગામનો ખાખો ઉર્ફે ત્રાકુડો રાજા ચૌહાણને તા. 22/9/2016 થી 2 વર્ષ માટે જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. છતાં ખાગેશ્રી ગામેથી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો.

હુકમનો ભંગ બદલ મળી આવતા ગુન્હો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...