શહેરમાં રંેકડી-કેબીનોની પેશકદમી દૂર કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રેકડી-કેબીનોની થયેલ પેશકદમી દૂર કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે, શહેરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રેકડી-કેબીનનું દબાણ હોવાના કારણે અકસ્માતનો સતત ભય સેવાઈ રહ્યો હતો ત્યારે તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેથી માર્ગ ખૂલ્લો થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને સહન કરવી પડતતી પરેશાનીમાંથી રાહત થઈ હતી. પરંતુ શહેરમાં ઘણા સમયથી પેશકદમી અને દબાણો થયેલ છે તેથી વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરમાં અભિયાન શરૂ કરવા તથા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ટ્રાફિકનું નિવારણ લાવવા માંગ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને આવેદન

અન્ય સમાચારો પણ છે...