પોરબંદર શહેરમાં આજે 1500 બેગ, 15,000 પુસ્તકોનું વિતરણ કરાશે
પોરબંદરશહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આજે 1500 બેગ અને 15,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. ટોકન લઈ વાલીઓને આવવા જીજ્ઞેશભાઈ કારીયાએ અનુરોધ કર્યો હતો.
પોરબંદર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આજે ઈન્સ્ટીટ્યુટ ફોર ફર્ટીલીટી મેનેજમેન્ટ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડો. નિતીન લાલ દ્વારા 1500 બેગ અને 15,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. તા. 25 જુનના સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં સ્કૂલબેગ અને પુસ્તકો મેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગરીબવર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ બેગ અને પુસ્તકો આપવામાં આવશે તેથી જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ટોકન વાલીઓએ સાથે લઈ આવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાએ જણાવ્યું હતું.
ગરીબવર્ગના છાત્રોને વિનામૂલ્યે સ્કુલ બેગ, પુસ્તકો અપાશે, ચેમ્બર્સ દ્વારા આયોજન