ચૂલામાં કેરોસીન નાંખતી વેળાએ યુવતી દાઝી ગઇ
પોરબંદરનજીકના આદિત્યાણા ગામે રહેતી એક યુવતી ગંભીર રીતે દાઝી હતી. અંગેની પ્રાપ્ત વિગત મુજબ, આદિત્યાણા ગામે રહેતી કડવીબેન પરી નામની યુવતી પોતાના ઘરે ચૂલા ઉપર રસોઈ બનાવી રહી હતી અને સમયે તે કેરોસીનનો શીશો લઈને ચૂલામાં નાખવા જતી હતી ત્યારે તેનું ઢાંકણું ખૂલી જતા કેરોસીન ચૂલા ઉપર ઢોળાયું હતું અને મોટો ભડકો થયો હતો જેમાં યુવતી આગની લપેટમાં આવી ગઈ હતી. બુમાબુમ કરતા પરિવારજનો તાત્કાલીક દોડી ગયા હતા અને આગને બુઝાવી હતી અને ગંભીર રીતે દાઝેલી યુવતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
રસોઈ બનાવતી હતી દરમિયાન ઘટના બની