• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા ટાર્ગેટ પૂરો કરી એવોર્ડ મેળવ્યો

પોરબંદર લાયન્સ ક્લબ દ્વારા ટાર્ગેટ પૂરો કરી એવોર્ડ મેળવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરલાયન્સ ક્લબ દ્વારા રીલીવ હંગર, પ્રોટેક્ટ એન્વાયર્મેન્ટ, વિઝન, ઈન્વોલ્વીંગ યુથ સહિતના 4 ટાર્ગેટ પૂરા કર્યા બાદલ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ આયોજીત સેન્ટેનીયલ સેલીબ્રેશન અંતર્ગત એવોર્ડ અર્પણ કરાયો હતો. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારા ભુજ ખાતે સેન્ટેનીયલ સેલીબ્રેશનનું આયોજન કરાયું હતું. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ 100 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી સેન્ટેનીયલ સેલીબ્રેશન અન્વયે ડિસ્ટ્રીક્ટ 323-જેમાં 10 લાયન્સ મેમ્બર એવોર્ડ તથા 10 નોન લાયન મેમ્બર એવોર્ડ અર્પણ કરાયા હતા. લાયન્સ ક્લબ દ્વારા સેન્ટેનીયલ ચેલેન્જના રીલીવ હંગર, પ્રોટેક્ટ એન્વાયર્મેન્ટ, વિઝન અને ઈન્વોલ્વીંગ યુથના ચારેય ટાર્ગેટ પૂરા કરી સેન્ટેનીયલ સર્વિસ એક્ટીવીટી બદલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેથી લાયન્સ ક્લબના પ્રમુખ જીતેશ રાયઠઠ્ઠા, રમેશ મસાણી, પંકજ ચંદારાણાને એવોર્ડ અર્પણ કરાયો હતો.

સેન્ટેનીયલ સેલીબ્રેશન અંતર્ગત એવોર્ડ અપાયો

અન્ય સમાચારો પણ છે...