મહિલા દિન નિમીતે વોકેથોન અને સ્લોગન સ્પર્ધા યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીયમહિલા દિવસને લઈને ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરની ચમ સ્કૂલ તથા ઈન્નર વ્હીલ ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી. ચમ મેમોરીયલ સ્કૂલ તથા ઈન્નર વ્હીલ ક્લબ દ્વારા તારીખ 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 11 ની વિદ્યાર્થીનીઓ દ્વારા ચોપાટી ખાતે વોકેથોન અને સ્લોગન સ્પર્ધા યોજાઇ હતી. ઉપરાંત વિદ્યાર્થીનીઓ વચ્ચે મહિલા દિવસ અંગે સ્લોગન કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોનમાં પ્રથમ વૈશ્નવી મોતીવરસ, દ્વિતિય મોતી મકવાણા તથા સ્લોગન કોમ્પીટીશનમાં પ્રથમ ક્રિષ્ના ચુડાસમા અને દ્વિતિય કનીકા ડોગરાએ મેળવ્યું હતું.

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરની ચમ સ્કૂલ દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...