• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કંડોરણા ગામના લોકો બેંકમાંથી 10 હજાર સુધી પૈસા ઉપાડી શકશે

કંડોરણા ગામના લોકો બેંકમાંથી 10 હજાર સુધી પૈસા ઉપાડી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંનોટબંધી બાદ લોકોને મુશ્કેલીમાં મુકાયા હતા. નોટબંધીને 4 માસથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ પૈસાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો હાલ હોળીના તહેવારને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પૈસાને લઈને લોકો બેન્કમાં ઉમટી પડતા હોય છે ત્યારે રાણાવાવના કંડોરણા ગામના લોકોને હોળીના તહેવારને લઈને બેન્કમાંથી પૂરતા પૈસા મળી રહે તે માટે આગેવાનો દ્વારા લીડ બેન્કના મેનેજરને રજૂઆતો કરતા બેન્ક દ્વારા લોકોને 10,000 રૂપીયા સુધી મળશે.

હોળીના તહેવારને થોડા દિવસો રહ્યા છે તો તહેવારને લઈને લોકોને પૂરતા નાણા મળી રહે તે માટે બેન્ક દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આથી રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે રાષ્ટ્રીયકૃત દેના બેન્કમાં 17,000 જેટલા ગ્રાહકો પોતાના ખાતા ધરાવે છે તો નોટબંધીને લઈને બેન્કોમાં હજુ પણ લાંબી કતારો જોવા મળે છે તો તહેવારને લઈને લોકોને નાણાં મળી રહે તે માટે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ નાનજીભાઈ કરથીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ રણમલભાઈ ભેડા સહિતના આગેવાન દ્વારા દેના બેન્કના મેનેજર સાથે વાતચીત કરી હતી. અને લોકોને રૂા. 10 હજાર સુધી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી તેમજ લીડ બેન્કના મેનેજર સાથે ટેલીફોન દ્વારા વાત કરી હોળીના તહેવારને લઈને 50 હજાર ચૂકવણી કરવાની રજૂઆત કરતા ગ્રાહકોને પૂરતા નાણા ચૂકવવાની ખાત્રી આપી હતી તેમજ એ.ટી.એમ. પણ કાર્યરત કરવાની ખાત્રી આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

હોળીના તહેવારને લઈને આગેવાનો દ્વારા લીડ બેંકના મેનેજરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...