• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ઝોનકક્ષાનાે વાર્ષિકોત્સવ

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ઝોનકક્ષાનાે વાર્ષિકોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ઝોન કક્ષાના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધુ વિદ્યાર્થીનીઓએ 18 કૃતિઓ રજૂ કરી હતી.

સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ઝોનકક્ષાના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ સાન્દીપનિ આશ્રમ ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવમાં દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જિલ્લાની 14 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 700 જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. 200 થી વધુ બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં તલવારબાજી, રાજસ્થાની ઘૂમર નૃત્ય, બેટી બચાવો-બેટી પઢાવો વિષય પર નાટક, લોકનૃત્ય, ગરબારાસ, કરાટે ડેમો સહિતની 18 કૃતિઓ રજુ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ શિક્ષણ સંસ્કારને વિભૂષિત કરવાનું કાર્ય કરે છે ત્યારે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તકે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર નિધીબેન ભટ્ટ, હંસાબેન મકવાણા, એચ.એન. દાફડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

200 થી વધુ વિદ્યાર્થીનીઓએ 18 કૃતિઓ રજૂ કરી

અન્ય સમાચારો પણ છે...