12 એકમોને MSMEયોજના અંતર્ગત મળી 3 કરોડની સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદ્યોગ અને ખેતી ને પ્રોત્સાહિત કરી રોજગારીનું સર્જન કરવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કારવામાં આવેલી એમ એસ એમ ઈ યોજના અંતર્ગત પોરબંદર જીલ્લામાં અત્યારસુધીમાં ૬૫ કરોડ રૂપીયાથી વધુ રકમનું ધિરાણ તેમજ ખેતી વિષયક અગ્રીકલ્ચર કેશ ક્રેડીટ અને એગ્રીકલ્ચર ટર્મ લોન અંતર્ગત ૭૦૫ કરોડ રૂપીયાનું ધિરાણ કરવામાં આવ્યું છે. અને જેના પર આ યોજના અંતર્ગત ૩ કરોડ રૂપીયાથી વધુ રકમની સહાય ધિરાણ મેળવનારા ૧૨ એકમોને મળતા પોરબંદર જિલ્લાને એમ એસ એમ ઈ યોજનાનો ખુબ સારો લાભ મળ્યો છે.

એમ એસ એમ ઈ યોજના અંગે વધુ માહિતી આપતા પોરબંદર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ટર્મ લોન જમા રાશી પર ૫ થી ૭ ટકા દર પર ૨૫ થી ૩૦ લાખ જેટલી વર્ષે વ્યાજ સહાય આપવામાં આવે છે. તે ઉપરાંત ૧૦ થી ૧૫ ટકા નાં વ્યાજ દર પર ૧૫ લાખ થી ૨૫ લાખ ની રોકડ સહાય મહાનગરપાલિકા નાં ક્ષેત્રિય વિસ્તારમાં મળવા પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, પોરબંદર નાં જી આઈ ડી સી નાં ૧૨ ઉદ્યોગો ને કુલ ૩ કરોડ રૂપીયાની સહાય આપવામાં આવી છે. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ અંતર્ગત ૬૩ એમ ઓ યું દ્વારા ૬૩.૯૯ કરોડ રૂપીયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે. જેનાથી કુલ ૧૮૭૫ લોકોને રોજગારી મળી છે.

લાભાર્થીઓને સહાયનો લાભ મળતા ધંધા ખીલી ઉઠ્યા
આ યોજનાનો લાભ મેળવનાર પોરબંદરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, એમ એસ એમ ઈ યોજના અંતર્ગત તેમને ૫ વર્ષ સુધી સહાય લાભ મળવા પાત્ર બન્યો છે. જેના લીધે તેમને ખુબ લાભ થયો છે. અને તેમનો ધંધો સારી રીતે વિકાસ કરી રહ્યો છે.

ઉદ્યોગક્ષેત્રે પછાત પોરબંદરને ઓક્સીજન મળી ગયો
ગુજરાતના અન્ય શહેરો કરતા ઉદ્યોગક્ષેત્રે પાછળ રહી ગયેલા પોરબંદરને કેન્દ્ર સરકારની એમ એસ એમ ઈ યોજનારુપી વિશેષ સહાય મળતા પોરબંદરનાં જી આઈ ડી સી માં ચાલી રહેલા ઉદ્યોગોને જાણે કે ઓક્ષિજન મળી ગયો હોય તેમ ફરી વિકાસ ની હવા ફેલાવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...