પોરબંદરના રાણીબાગમાંથી હદપારી શખ્સ ઝડપાયો
પોરબંદર | પોરબંદર શહેરના રાણીબાગ અંદર પોલીસે દરોડા પાડી હદપારી શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદરના માણેક ચોક શાકમાર્કેટ પાસે રહેતો નિલેશ ઉર્ફે માજન બાબુ લોઢીયા નામના શખ્સને ગુન્હા સબબ પોરબંદરમાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતા આ શખ્સ ગઇ કાલે શહેરના રાણીબાગની અંદર હોય, આથી જુનાગઢ આર.આર.સેલના અધિકારીએ તેમને ઝડપી લઇ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.