• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • આરોગ્ય માટે જોખમી રાસાયણિક ખેતીના સ્થાને ઓર્ગેનિક ખેતીના લક્ષ્યાંકને

આરોગ્ય માટે જોખમી રાસાયણિક ખેતીના સ્થાને ઓર્ગેનિક ખેતીના લક્ષ્યાંકને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય માટે જોખમી રાસાયણિક ખેતીના સ્થાને ઓર્ગેનિક ખેતીના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ગત વર્ષે 100 ટકા સફળતા મેળવનાર પોરબંદર જિલ્લો ખેતીવાડી શાખામાં કર્મચારીઓના અભાવે આ વર્ષે ઓર્ગેનિક ખેતીના લક્ષ્યાંકને પૂરો કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.

અગાઉની પરંપરાગત ખેતીના સ્થાને રાસાયણિક ખાતર અને કેમીકલયુક્ત દવાનો છંટકાવ કરી ઉત્પાદિત થતી ખેતપેદાશોથી જનઆરોગ્ય ખતરામાં મૂકાય છે તે સમગ્ર વિશ્વ હવે સ્વીકારી રહ્યું છે. જેથી રાસાયણિક ખાતર અને કેમીકલયુક્ત દવાને ભૂલીને ફરી પાછા અગાઉની પરંપરાને અનુસરીને ઓર્ગેનિક ખેતી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય કિશાનોને અપીલ કરવામાં આવી હતી. વડાપ્રધાનની આ અપીલના પગલે ગત વર્ષે પોરબંદર જિલ્લામાં આપવામાં આવેલ ઓર્ગેનિક ખેતીના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં 100 ટકા સફળતા સાંપડી હતી. પરંતુ આ સુંદર શરૂઆત પોરબંદર ખેતીવાડી શાખામાં કર્મચારીઓના અભાવને પરિણામે આ યોજનાનો અંત બની ગઈ હોય તેમ આ વર્ષે આ સરકારી યોજના પોરબંદરમાં ભૂતકાળ બની ગઈ છે. જે ખેડૂતોએ ગત વર્ષે આ યોજના અંતર્ગત ઓર્ગેનિક ખેતીની પદ્ધતિના ફાયદા જાણી ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું તે ખેડૂતોએ પણ આ વર્ષે ઓર્ગેનિક ખેતીની પદ્ધતિને તિલાંજલી આપી ફરી આરોગ્ય માટે જોખમકારક રાસાયણિક ખાતર અને કેમીકલયુક્ત દવાનો ઉપયોગ કરી ખેતી કરવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...