• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર કિર્તીમંદિરના પી.આઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે

પોરબંદર કિર્તીમંદિરના પી.આઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર કિર્તીમંદિરના પી.આઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે તેમને એક અજાણ્યો યુવાન મળી આવ્યો. પોલીસે તેમની પોલીસ સ્ટેશન લઇ આવ્યા બાદ પુછપરછ કરી હતી અને છેલ્લા 4 માસથી પોતાના ઘરેથી નિકળી ગયો હતો અને પોરબંદર પહોચ્યો હતો. આથી પોલીસે છેલ્લા 5 દિવસ સુધી યુવાનની દેખરાખી હતી, બાદ પરિવારજનનો સંપર્ક સાધ્યો હતો. આથી યુવાનના પિતા તેમને લેવા પોરબંદર આવી પહોંચ્યા હતા. પુત્રને જોઇ પિતા ચોધાર આંસુએ રડી પુત્રને ભેટી પડ્યા હતા.

બિહારના જમુઇ જિલ્લાના સંનખપરી ગામે રહેતા કુશલદેવ વિનોદદેવ યાદવ નામનો યુવાનને નશાની આદત થઇ જતા તેમને માનસિક સમતુલના ગુમાવી દીધી હતી અને તે પોરબંદર સુધી આવી પહોંચ્યો હતો અને પોરબંદર કિર્તીમંદિરના પી.આઇ. વી.એમ.ટાંક સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કુશલ મળી આવ્યો હતો. આથી પોલીસ તેમને સ્ટેશન લઇ આવ્યા હતા અને પુછપરછ કરી તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને કુશલને 5 દિવસ સુધી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના કોસ્ટેબલ ભીમશીભાઇ સહિતના પોલીસ કર્મચારીઓએ દેખરેખ રાખી હતી અને તેમને સ્નાન કરાવી, નવા કપડા આપ્યા હતા. આ ઉપરાંત તેઓને બન્ને ટાઇમ ભોજન પણ કરાવતા હતા. પરિવારજનો સંપર્ક કરતા તેમના પિતા વિનોદદવે પોરબંદર આવી પહોંચ્યા હતા. અને પુત્રને પોલીસ સ્ટેશનમાં જોઇ પિતાના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને પુત્રને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતો અને જણાવ્યું હતુ કે, કુશલદેવ ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો અને નશાની આદત થઇ જતા તેમને માનસિક સમતુલના ગુમાવી દીધી હતી અને પોરબંદર આવી પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...