છાયા માર્ગ પર મસમોટા ખાડા, અકસ્માતને આમંત્રણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના રસ્તાઓ ધૂળીયા તો બની ગયા છે જેને લઈને શહેરવાસીઓના સ્વાસ્થ્યને જોખમ થઈ રહ્યું છે. તો રસ્તા ઉપરના મસમોટા ખાડાના કારણે પણ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે અને સતત મસમોટા ખાડાને કારણે અકસ્માત સર્જાવાનો ભય સેવાઈ રહે છે ત્યારે પોરબંદરથી છાયા તરફ જતા રસ્તા વચ્ચે મસમોટા ગટરના ખાડા જોવા મળે છે. ખૂલ્લી ગટરના ખાડા રસ્તા વચ્ચે હોવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે અને વાહનચાલકોને સતત અકસ્માત સર્જાવાનો ભય સેવાઈ રહે છે. તો છાયા નગરપાલિકા રસ્તા ઉપરના ખાડાને લઈને ‘આંખ આડા કાન’ કરતી હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો રસ્તા ઉપર ગટરના ખૂલ્લા ખાડાને કારણે રાત્રીના અંધારામાં કોઈ અકસ્માતનો બનાવ બને અને નિર્દોષ લોકોને ભોગ બનવું પડે તે પહેલા ખાડાને સમથળ કરવાની માંગ ઉઠી છે.

ખાડા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. તસ્વીર-કે.કે. સામાણી

તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળ્યો

અન્ય સમાચારો પણ છે...