• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • માછીમારોએ ત્રણ માસ પહેલાં સીઝન પૂર્ણ કરી બોટને કાંઠે લાંગરી

માછીમારોએ ત્રણ માસ પહેલાં સીઝન પૂર્ણ કરી બોટને કાંઠે લાંગરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનો1600 કિલોમીટર થી પણ વધુ લાંબો દરિયાકિનારમાં માછીમારો ફિશીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષે અરબી સમુદ્રમાં માછલીઓની ઘટ આવી ગઈ છે અને માચ્છીમારોને પૂરતું ફિશીંગ મળતું નથી. માચ્છીમારો ફિશીંગ કરવા જાય છે ત્યારે ડીઝલ, રાશન સહિતનો 2,50,000 જેટલી રકમનો ખર્ચ થાય છે અને 20 દિવસ સુધી ફિશીંગ કરે છે પરંતુ જે ફિશીંગ મળે છે તેમાં 1 લાખથી 1.5 લાખની ફિશીંગ મળે છે. માચ્છીમારોને ખર્ચમાં પરવડતું હોય જેને કારણે માચ્છીમારોએ 15 જુન પહેલા એટલે કે 3 માસ પહેલા સીઝન પૂર્ણ કરી બોટો કાંઠે લાવવાની શરૂઆત કરી છે. બીજી તરફ જો માચ્છીમાર જીવના જોખમે પણ ફિશીંગ કામગીરી શરૂ રાખે તો પણ પાકિસ્તાન મરીન સિક્યુરીટી બંધક બનાવી જાય છે. સરકાર મધ્યસ્થી કરે તો માચ્છીમારોની સીઝન વહેલી પૂર્ણ કરવી પડે અને માચ્છીમારોની બોટનું અપહરણની ઘટના પણ અટકે. સરકાર જે રીતે ધરતીપુત્રોને સહાય કરે છે તેવી રીતે સમુદ્રમાં જીવના જોખમે ફિશીંગ કરતા સાગરખેડૂતને પણ મદદરૂપ થાય તો મચ્છી ઉદ્યોગ ટકી રહેશે, નહીં તો આગામી દિવસોમાં ઉદ્યોગ ઠપ્પ થઈ જશે અને સરકારને પણ વર્ષે દહાડે કરોડો રૂપીયાની હુંડીયામણની આવકમાં ઘટ આવશે.

પાક.મરીન દ્વારા થતા અપહરણને કારણે સાગરખેડૂતો દ્વિધામાં

અન્ય સમાચારો પણ છે...