• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં મંડેર ગામ નજીકથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

પોરબંદરનાં મંડેર ગામ નજીકથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બાઈક, દારૂ સહિત રૂા. 25,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદરનામંડેર ગામની ગૌશાળા પાછળ કાચા રસ્તા પર બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે એક બાઈકની અટક કરી તલાશી લેતા શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, આથી પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂા. 25,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બગસરા ઘેડ વાડી વિસ્તારમાં રહેતો નાથા અરજન ટીંબા નામનો શખ્સ પોતાના હવાલાવાળી બાઈક નં. જીજે 18 એલ 4271, કિં. રૂા. 25,000 લઈ મંડેર ગામની ગૌશાળા પાછળના કાચા રસ્તા પરથી પસાર થતા પોલીસે તેમને શંકાના આધારે અટક કરી તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 1 મળી આવતા માધવપુર પોલીસે તેમને ઝડપી લીધો હતો અને દારૂ, બાઈક સહિત કુલ રૂા. 25,300 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...