પોરબંદર બન્યું જગન્નાથમય, પ્રભુજી નિકળ્યા નગરચર્યાએ
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનાં દર્શન કરવા લોકો ઉમટી પડયાં, યાત્રા ઠેર-ઠેર ફરી નિજમંદિરે પહોંચી
ગુજરાતસહિત પોરબંદર જિલ્લામાં પણ અષાઢીબીજને લઈને ભગવાન જગન્નાથજીની ઠેરઠેર ભવ્ય રથયાત્રાઓ નીકળી હતી, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થયા હતા. ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરના વિવિધ માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી.
ગુજરાતમાં અષાઢીબીજને લઈને રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે અને મોટા શહેરોમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા પણ નિકાળવામાં આવે તેમજ અનેક જગ્યાએ અષાઢી બીજના મેળાઓ પણ ભરાતા હોય છે. ઠેરઠેર જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં નીકળતી જગન્નાથ રથયાત્રામાં જગન્નાથ ભગવાનના દર્શન કરી પાવન થયા હતા.
જેમાં પોરબંદર શહેરની વાત કરીએ તો અષાઢીબીજના પાવન દિવસને લઈને પોરબંદર શહેરમાં પણ ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે અને જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથયાત્રામાં બિરાજમાન થયા હતા અને બપોરના સમયે સુદામાચોકમાં જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરમાં માણેકચોક, શિતલાચોક, હનુમાનગુફા થઈ નિજમંદિરે પહોંચી હતી. રથયાત્રા વિવિધ સ્થળોએ નીકળતા શહેરના લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.