તંત્રએ ચોપાટી ખાતેનાં શૌચાલયને પણ તાળા માર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોપાટીના નવિનીકરણમાં કરોડો રૂપીયા ડૂબાવ્યા : શૌચાલયનું બિલ્ડીંગ જર્જરીત હોવાથી બંધ કરી દીધું

પોરબંદરશહેરમાં દરિયાકિનારે તંત્ર દ્વારા આધુનિક ચોપાટીનું કરોડોના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશથી પર્યટકો ચોપાટીની મુલાકાતે આવતા હોય છે તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ચોપાટી ખાતે ઉમટી પડે છે. ચોપાટીના નવિનીકરણ માટે કરોડોનો ખર્ચ કર્યો પણ તેમાં પાયાની સુવિધાનો અભાવ છે. ચોપાટી ખાતેના એકમાત્ર શૌચાલયનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી તેમને પણ તાળા મારી દેવામાં આવ્યા છે. આથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોરબંદર શહેરની ચોપાટી ખાતે દેશ-વિદેશથી પર્યટકો મુલાકાતે આવે છે તેમજ શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. આથી તંત્ર દ્વારા ચોપાટીને કરોડો રૂપીયાનો ખર્ચ કરી નવિનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ તંત્રએ જાણે કરોડો રૂપીયા ડુબાવ્યા હોય તેમ ચોપાટી ખાતે પાયાની સુવિધાનો અભાવ જોવા મળે છે જેમાં હવે ચોપાટી ખાતે આવેલું એકમાત્ર શૌચાલયને પણ તાળા મારી દેવામાં આવ્યા છે. આથી ચોપાટીની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા ચોપાટી ખાતે શૌચાલય નવું બનાવી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શૌચાલયના ગેઈટમાં બંધ હોવાનું પેમ્પ્લેટ મારી દીધું