• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 514 કર્મચારીઓ ફરજ બજાવશે

જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 514 કર્મચારીઓ ફરજ બજાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંહાલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આગામી તા. 15 મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. પોરબંદર ઉપરાંત જિલ્લાના અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે પણ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને તંત્ર દ્વારા ઘણાં લાંબા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હવે તે પૂર્ણતાને આરે છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી તેમજ ટેબ્લોઈડથી સુસજ્જ કરવામાં આવશે. પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ 514 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત 40 જેટલા વાહનો પણ તૈનાત રાખવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ હોય છે જેને લઈને વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તો તંત્ર દ્વારા પણ બોર્ડની પરીક્ષાને લઈને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી તેમજ ટેબ્લોઈડથી સજ્જ કરાશે

અન્ય સમાચારો પણ છે...