• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સિવીલમાંથી ચામડીના રોગના તબીબની રાજકોટ ખાતે બદલી થતાં દર્દીઓને હાલાકી

સિવીલમાંથી ચામડીના રોગના તબીબની રાજકોટ ખાતે બદલી થતાં દર્દીઓને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનીહોસ્પિટલમાં શહેર સહિત ગ્રામ્યવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ હોસ્પિટલમાં પૂરતા તબીબોની પોસ્ટ હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. અંગે સામાજીક સંસ્થાઓ દ્વારા આંદોલનો પણ કરતા આવ્યા હતા. પરંતુ કહેવત છે કે ‘પડ્યા પર પાટુ’ તેમ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ચામડીના રોગના તબીબ મોનાબેન પુરોહિત બે દિવસ માટે ફરજ બજાવતા હતા. પોતાનું પોસ્ટીંગ ખંભાળીયા હોવાથી બે દિવસ ફરજ બજાવી 240 જેટલા દર્દીઓની તપાસ કરતા પરંતુ હંગામી ધોરણે ડો. મોનાબેનની બદલી રાજકોટ ખાતે કરી દેવામાં આવી હતી. બે દિવસ દર્દીઓ સારવાર લેવા માટે આવ્યા પરંતુ તબીબ હોવાથી સારવાર લીધા વગર પરત જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...