ચેમ્બરની ચૂંટણીમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખની ચૂંટણીમાં 5 ઉમેદવારો વચ્ચેજંગ ખેલાશે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની ચૂંટણી આગામી તા. 25 મી માર્ચના રોજ યોજાશે. તે પૂર્વે હાલ પ્રમુખપદની દાવેદારી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 5 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે તા. 14 મી માર્ચના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 5 ઉમેદવારોમાંથી કોણ ફોર્મ પરત ખેંચશે તે જોવાનું રહ્યું. હાલ તો પ્રમુખપદ માટે પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા, ડેનીસભાઈ કારીયા, રાજુભાઈ બુદ્ધદેવ, કપિલભાઈ કોટેચા અને સુભાષભાઈ ઠકરારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે 14 મી માર્ચના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેની ઉપર વેપારીઓની મીટ મંડાઈ છે. છેલ્લા અઢી વર્ષથી ચેમ્બરના પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ કારીયા ચૂંટાઈ આવ્યા છે વખતે તેઓ ફરીથી પ્રમુખ બનશે કે કેમ તેને લઈને પણ ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે.

તા. 14 મી માર્ચે ફોર્મ પરત ખેંચાશે : હાલના પ્રમુખ સહિતના 5 ઉમેદવારો વચ્ચે હરીફાઈ

અન્ય સમાચારો પણ છે...