RTE હેઠળ પ્રવેશ આપવાની સમય મર્યાદામાં વધારો કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાંઆર.ટી.ઈ. હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સમયમર્યાદામાં વધારો કરવા જીવનભાઈ જુંગીએ રજૂઆત કરી હતી. જાતિ અને આવકના દાખલા કઢાવવામાં છાત્રોને હાલાકી પડી રહી હોવાથી સમયસર ફોર્મ ભરી શકતા નથી.

સરકાર દ્વારા એક બી.આર.સી. ભવન તથા પ્રાઈવેટ સ્કૂલોને આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે સમયમર્યાદામાં વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું હોવાના કારણે જરૂરી ડોક્યુમેન્ટ પણ એકઠા કરવામાં ભારે પરેશાની વેઠવી પડી રહી છે. બાબતે જીવનભાઈ જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવા માંગ કરાઈ હતી. કારણ કે ગ્રામ્યપંથકના છાત્રોને આવકના દાખલા, જાતિના દાખલા કઢાવવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. તલાટી પણ સમયસર મળતા હોય અને ઓનલાઈન ફોર્મ ભરવામાં કનેક્ટીવીટી પ્રોબ્લેમથી છાત્રો સમયમર્યાદામાં ફોર્મ ભરી શકતા હોવાનું જણાવી સમયમર્યાદામાં વધારો કરવા માંગ કરી હતી.

પોરબંદરમાં જાતી અને આવકના દાખલા કઢાવવામાં છાત્રોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...