શહેરમાં સડેલા ઘઉંનો 150 ટન જથ્થો મળી અાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

રાજ્યસરકાર દ્વારા ગરીબોને સસ્તા અનાજ કેન્દ્રની દુકાન ઉપરથી સસ્તા ભાવે ઘઉં-ચોખા સહિતનું રાશન આપવામાં આવે છે, પરંતુ લોકો સુધી અનાજ પહોંચતું હોય તેમ ગોડાઉનમાં સડી જાય છે. આવું કાંઈક પોરબંદરમાં પ્રકાશમાં આવ્યું છે. પુરવઠા વિભાગના ગોડાઉનમાં ઘઉંનો મોટો જથ્થો સડી રહ્યો હોવાનું કોંગ્રેસના ધ્યાન ઉપર આવતા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ લોકોને સાથે રાખીને જનતા દરોડા પાડ્યા હતા જેમાં ગોડાઉનમાંથી ઘઉંનો અંદાજે 150 ટન જેટલો જથ્થો મળી આવ્યો હતો અને તેમાં મોટાભાગનો જથ્થો પાઉડર બની ગયો હતો અને તેમાં ધનેડાં પડી ગયા હતા. પોરબંદર-સુભાષનગર રોડ ઉપર ચમની ફેક્ટરી નજીક પુરવઠા વિભાગના ઘઉંના બે ગોડાઉનો આવેલા છે તે પૈકીનું એક ગોડાઉનના તો દરવાજા પણ ખૂલ્લા જોવા મળ્યા હતા.ગરીબોને અપાતા સસ્તા ભાવના ઘઉં લોકો સુધી પહોંચતા નથી તો બીજી તરફ ઘઉંનો જથ્થો સડી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ એવું જણાવ્યું હતું કે, એક તરફ સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી રહી છે તો બીજી તરફ સસ્તા અનાજ કેન્દ્રની દુકાનને અપાતો ઘઉંનો જથ્થો સડી રહ્યો છે ત્યારે અંગેની યોગ્ય તપાસ કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઈએ. સસ્તા અનાજ કેન્દ્રનો આટલો મોટો જથ્થો કેમ સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે ગોડાઉનમાંથી સસ્તા અનાજ કેન્દ્ર ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને પણ ઘઉંનો જથ્થો આપવામાં આવે છે.

પોરબંદરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી 150 ટન ઘઉંનો સડેલો જથ્થો મળી આવતા ભારે ચર્ચા જાગી છે. બાબતે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલનો સંપર્ક સાધતા તેઓએ એવું જણાવ્યું છે કે, બાબત ધ્યાને આવતા ગોડાઉન મેનેજરને બોલાવવામાં આવ્યા છે અને આવતીકાલે સવારે ગોડાઉનની મુલાકાત લઈને તપાસ કરવામાં આવશે અને જો આમાં કોઈ દોષિત હશે તો તેમની સામે પગલા પણ લેવામાં આવશે. તસ્વીર- કે.કે. સામાણી

બાબતે તપાસ કરાશે : કલેક્ટર

એકતરફ સરકાર ટેકાના ભાવે ઘઉં ખરીદીની વાતો કરી રહી છે તો બીજી તરફ ગરીબોને સસ્તા ભાવે અપાતા ઘઉં પડ્યા પડ્યા સડી ગયા

સસ્તા અનાજ કેન્દ્રની દુકાને ગરીબોને અપાતા ઘઉં ગોડાઉનમાં સડી રહ્યા હોવાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ

અન્ય સમાચારો પણ છે...