તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કોળીવાડ વિસ્તારમાં 6 મહિનાથી ખુલ્લી પડેલી ગટરનું કામ કરાયું

કોળીવાડ વિસ્તારમાં 6 મહિનાથી ખુલ્લી પડેલી ગટરનું કામ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ કોળીવાડ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ખૂલ્લી પડેલ હોવાના કારણે વિસ્તારના લોકો ગંદકી-દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. લોકોને હાલાકી વેઠવી પડતી હોવાથી કાઉન્સીલર દ્વારા ગટરનું કામ ચાલુ કરાયું હતું.

પોરબંદર શહેરમાં આવેલ કોળીવાડ વિસ્તારમાં ગટરની સફાઈ કરવામાં આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. છેલ્લા 6 મહિનાથી વિસ્તારમાં આવેલ ગટર ખોલી નાખવામાં આવી હતી જેથી ગટરમાં કચરો ભરાઈ જતાં ગટરના ગંદા પાણી અને ગંદકીથી લોકો ત્રસ્ત બન્યા હતા. ભયંકર ગંધ મારતા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને રહેવું મુશ્કેલ બન્યું હતું. ખૂલ્લી પડેલ ગટરથી રોગચાળો પણ પ્રસરી ઉઠ્યો હતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ નગરપાલિકા સહિત કોળીવાડ વિસ્તારના કાઉન્સીલર અશોક બામણીયા, આશિષ સોલંકી, ચેતન જેઠવા સહિત દ્વારા ગટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોળીવાડ વિસ્તારમાં ગટરની કામગીરી કરતા કર્મીઓ. તસ્વીર-કે. કે. સામાણી

ગટરનું સમારકામ

પોરબંદરમાં ગંદકી-દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે

કાઉન્સીલર દ્વારા ગટરનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...