તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં જાહેર શૌચાલય, સ્નાનાગારનું સમારકામ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરનાવોર્ડ નં. 9 માં જાહેર શૌચાલય અને સ્નાનાગારનું નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા તે બિનઉપયોગી બની ગયા છે તેમજ શૌચાલયો જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે તેનું તાત્કાલીક અસરથી સમારકામ કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે.

પોરબંદર વોર્ડ નં. 9 ના વિરડીપ્લોટ, મદીના કોલોની, મેમણવાડા, નગીનદાસ મોદી પ્લોટ, તકીયા સહિતના વિસ્તારોમાં મુસ્લીમ અને દલિતસમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. વિસ્તારના લોકો માટે નગરપાલિકા દ્વારા 3 જેટલા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે તે હાલ જર્જરીત હાલતમાં છે તેમજ આસપાસ ગંદકી પણ જોવા મળી રહી છે. જેને કારણે લોકોને ખૂલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે. વિરડીપ્લોટ, વણકરવાસ ખાતે સ્નાનાગાર પણ બનાવવામાં આવ્યું છે જે જર્જરીત બની જતાં બિનઉપયોગી બની ગયું છે.

સ્નાનાગાર અને જાહેર શૌચાલયનું તાત્કાલીક અસરથી સમારકામ કરવામાં આવે તેમજ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાન ફારૂકભાઈ શેરવાની, હેરીભાઈ કોટીયા, રવિભાઈ મોદી સહિતના આગેવાનોએ કરી છે, અન્યથા બીજી ઓક્ટોબરે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

શૌચાલયની યોગ્ય સફાઇ કરવામાં નથી આવતી

પાલિકા દ્વારા તાત્કાલીક અસરથી કામગીરી કરાશે નહીં તો CMને આવેદન પાઠવવા ચિમકી ઉચ્ચારી

અન્ય સમાચારો પણ છે...