તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરના ખાડામાં ગાય પડી, બચાવ કામગીરી હાથ ધરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના ઝુંડાળામાં ભૂગર્ભગટરનું આડેધડ ખોદકામ કરવામાં આવતા ગટરના ખાડામાં ગાય પડી ગઈ હોવાથી શ્રી રામ ગૌસેવા સમિતિના સભ્યોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ શહેરમાં આડેધડ ભૂગર્ભગટરનું ખોદકામ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં ભૂગર્ભગટરનું ખોદકામ ચાલી રહ્યું છે. શહેરમાં આડેધડ ભૂગર્ભગટરના ખોદકામથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ખાડામાં ગાય પડી જવાનો વધુ એક બનાવ બન્યો હતો. ભૂગર્ભગટરના આડેધડ ખોદકામના કારણે શહેરીજનો પણ ત્રસ્ત બન્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઉંડા ખાડામાં ગાય પડી જતાં સ્થાનિક લોકોએ કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સફળતા મળતા જ્યુબેલીમાં આવેલ શ્રી રામ ગૌસેવા સમિતિના સભ્યને જાણ કરાતા કેશુભાઈ ઓડેદરા, કરશન કેશવાલા વગેરે તાત્કાલીક પહોંચી ગયા હતા અને 15 ફૂટ ઉંડા ખાડામાં પડેલ ગાય તરફડતી હોવાથી તેનો જીવ જાય તે પહેલા સેવાભાવી યુવાનોએ બહાર કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતા અવારનવાર મુંગા પશુ સહિત લોકોના અકસ્માત સર્જાવાના બનાવો બનતા હોય છે.

ગૌ સેવા સમિતીના સભ્યોએ ખાડામાંથી બહાર કાઢી

આડેધડ ગટરનું ખોદકામ કરાતા લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...